| અ.નં. |
નામ |
શાસ્ત્રીય નામ |
કૂળ |
માહિતી |
બીજ |
| ૨૫. |
કાસીદ |
કેસિયા
સિંયામીયા |
સીઝાલ્પીનીએસી |
ઝડપથી ઉગતું, પીળા ફૂલ ધરાવતું, સુશોભિત પ્રકારનું મધ્યમ કદનું વૃક્ષ છે. તેનાં પાન ઢોર ખાતાં નથી. સુશોભિત પ્રકારના વૃક્ષ તરીકે મોટા પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. |
માર્ચથી એપ્રિલ |
| ૨૬. |
કાજુ |
એનાકાડીર્યમ ઓક્સીડેન્ટલ |
એનાકાર્ડીએસી |
નાનું બારેમાસ લીલું રહેતું વૃક્ષ છે. તે કેશુનટ વૃક્ષ તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી થઈ શકે છે. તેનાં બીજ શેક્યા પછી ખાઈ શકાય છે. |
એપ્રિલ થી જૂન |
| ૨૭. |
કેરડો |
કેપેરીસ
ડેસીડયૂઆ |
કેપેરેસી |
ખુલ્લી પડતર જમીનમાં મોટા ભાગે પાન વિનાનું આ ક્ષુપ કે નાના કદનું ઝાડ આખાય રાજ્યમાં જોવા મળે છે. તેનાં ફૂલ શાકભાજીમા વપરાય છે તથા તેનાં ફળ અથાણું તૈયાર કરવામાં વપરાય છે. |
|
| ૨૮. |
ખજૂરી |
ફોનીક્સ
સીલ્વેસ્ટજીસ |
પામી |
તે 'વાઇલ્ડ ડેટ પામ' તથા 'ડેટ સુગર પામ'ના નામે જાણીતું છે. અને આખા રાજયમાં જોવા મળે છે. તેના થડ ઉપર પત્ર દંડનું આવરણ હોય છે. તેનાં પાન સાવરણી, સાદડી, પંખા વગેરે બનાવવામાંં વપરાય છે તેના પત્રદંડમાથી મળતા રેસામાંથી દોરડાં બને છે. પાકાં ફળ ખાવામાં વપરાય છે. તેના થડમાંથી તાડી મળે છે. |
|
| ૨૯. |
ખાખરો, પલાસ, કેસુડો |
બુટીયા
મોનોસ્પર્મા |
પેપીલીઓનેસી |
તે 'જંગલની જયોત' ને નામે જાણીતું મધ્યમ કદનું જંગલ તેમજ પડતર જમીનમાં જોવા મળતું ઝાડ છે. તેનાં ફૂલ ચમકીલાં નારંગી કે લાલ રંગના હોય છે. તેનું થડ કૂવાનો થાળો કે કુંડી બનાવવા વપરાય છે. તેના ગુંદરમા ટેનીન તથા ગેલીક એસિડ હોય છે. તેની છાલમાં મળતા રેસામાંથી દોરડાં બને છે. તેનાં પાંદડામાંથી પતરાળા તથા દળિયા બનાવવામાં આવે છે. તેના ફૂલમાંથી નારંગી ડાય બને છે. લાખના જંતુઓ માટેતે સારૂં યજમાન (હોસ્ટ) છે. |
મે થી જુલાઈ |
| ૩૦. |
ખીજડો, સમી, સમડી |
પ્રોસોપીસ
સીનેરેરીયા |
માઇમોસેસી |
રાજયના સૂકા વિસ્તારોના ખેતર, પડતર જમીનમાં તથા વાડામાં જોવા મળતુ મધ્યમ કદનું વૃક્ષ છે. ઘેટાં તથા ઊંટ માટે તેના પાન ચારા તરીકે વપરાય છે. તેનું લાકડું ખેતીના ઓજારો, હાથા તેમજ ઘર બનાવવામાં વપરાય છે. તેનું લાકડું બળતણ તરીકે અને યજ્ઞમાં વપરાય છે. તેના મૂળ જમીનમાં નત્રવાયુ જમાં કરી ફળદ્રુપતા વધારે છે. આ વૃક્ષની દશેરાના દિવસે પૂજા થાય છે. |
જૂન થી જુલાઈ |
| ૩૧. |
ખેર |
અકેસીયા કેટેચુ |
માઇમેસેસી |
પાનખર જંગલોમાં સામાન્ય રીતે જોવા મળતું મધ્મય કદનું વૃક્ષ છે. તેનું લાકડું ગાડાના પૈડાની ધરી, તેલિબિયા તથા શેરડી પિલવાની ઘાણી બનાવવા તથા થાંભલા બનાવવામાં વપરાય છે. તદ્ઉપરાંત બળતણ તથા કોલસા બનાવવા વપરાય છે. તેનાં પાન પાલા તરીકે વપરાય છે. તેના હાર્ટવુડમાંથી કાથો મેળવવામાં આવે છે. રસાયણો બનાવવા તથા દવાના ઘટક અંગ તરીકે તેનો ઉપયોગ થાય છે. |
ડીસેમ્બર થી ફેબ્રુઆરી |
| ૩૨. |
ગરમાળો |
કેસીયા ફ્રીસ્ટુલા |
સીઝાલ્પીનીયેસી |
જંગલ વિસ્તારમાં જોવા મળતું, પીળાં ફૂલ ધરાવતું મધ્યમ કદનું વૃક્ષ છે રસ્તા બાજુમાં સુશોભિત વૃક્ષ તરીકે ઉછેરાય છે. તેનું લાકડું ખેતીના ઓજારો બનાવવા બળતણ તરીકે વપરાય છે. ટેનીંગ તથા ડાયીંગ માટે છાલ વપરાય છે. તેની ફળી તથા મૂળ આર્યુવેદ દવામાં વપરાય છે. |
ફેબ્રઆરી થી એપ્રિલ |
| ૩૩. |
ગ્લીરીસીડીયા |
ગ્લીરીસીડીયા સેપીયા |
પેપીલીઓનેસી |
પડતર જમીન તથા વાડ ઉપર જોવા મળતું મધ્યમ કદનું વૃક્ષ છે. જમીન ઉપર પડેલાં તેનાં પાન કહોવાઈને જમીનની ફળદ્રુપતા વધારે છે. |
એપ્રિલ થી મે |
| ૩૪. |
ગળો |
ટીનોસ્પોરા કોડીર્ફોલિયા |
મીનીસ્પરમેસી |
બૂચના જેવી છાલવાળો મોટોવેલો છે જે પાનખર જંગલોમાં તથા વાડ ઉપર જોવા મળે છે તેનાં પાન પીપળના પાન જેવા હોય છે ઘણા બધા રોગોના ઉપચારમાં કામ આવતી હોય તેનું નામ સંસ્કૃતમાં 'અમૃતા' છે. જૂનોતાવ, આમતાવ, સાંધાનો દુઃખાવો, પિત્તના વિકારો, શારીરિક નબળાઈ તથા ડાયાબીટીશના ઉપચારમાં ઉપયોગી છે. ડાળી વાવવાથી ઉગી નીકળે છે. |
અપ્રિલ્ થી જૂન |
| ૩૫. |
ગુગળ |
કોમીફોરા વ્હાઇટી |
બરસેરેસી |
ગાંઠોવાળી તેમજ વાંકીચુકી ડાળીઓ ધરાવતું ક્ષુપ છે. તેની છાલનાં નાનાં પડ ઉખડે છે. રેતાળ તેમજ પથરાળ જમીનમાં ઝાડીઝાંખરાંના રૂપમાં ઉગે છે. તેનાં પાન ઊંટ તથા બકરાં ચરે છે. લાકડું બળતણ તરીકે વપરાય છે. તેનો ગુંદર 'ગુગળ' ના નામે ઓળખાય છે અને સંધિવાના ઉપચારમાં વપરાય છે. વેજીટેટીવ પદ્ધ‡તથી ફેલાવો તથા ઉગાવો થાય છે. |
જૂન થી જુલાઈ |