FORESTS & ENVIRONMENT DEPARTMENT
(Government of Gujarat)
 
Home | Contact | Feedback | Sitemap
 
 
menu-images
Social Forestry
 
Introduction & Objectives
Success Stories
Objectives
Benefits
Awards
Trees Planted Under Social Forestry
Details of Trees According to Agro-Climatic Zone
Dashmool
   
   
   
 
 

Trees Planted Under Social Forestry
Home » Social Forestry
 
સામાજીક વનીકરણ ક્ષેત્રના અગત્યના વૃક્ષો અને તેની માહિતી
અ.નં. નામ શાસ્ત્રીય નામ ફળ માહિતી બીજ
૧૨. આવળ કેસીયા ઓરીક્યુલેટા સીઝાલ્પીનીએસી
ખુલ્લા જંગલ તેમજ પડતર જમીનમાં જથ્થામાં જોવા મળતો છોડ છે. તેની છાલ ટેનીંગમાં વપરાય છે.
જાન્યુઆરી થી ફેબ્રુઆરી તથા જૂન થી જુલાઈ
૧૩. આસીત્રો બૌહીનીયા રેસીમોસા સીઝાલ્પીનીએસી
ફીકા પીળા રંગનાં ફૂલ ધરાવતું નાના કદનું આ વૃક્ષ ખુલ્લા જંગલ તેમજ પડતર જમીનમાં જોવા મળે છે. તેનાં પાન બીડી બનાવવામાં વપરાય છે.
નવેમ્બર થી ફેબ્રુઆરી
૧૪. આસોપાલવ પોલીઆલથીઆ લોન્ગીફોલીઆ મેગ્નોલીએસી
બારેમાસ લીલું રહેતું નમેલા પાન વાળું વૃક્ષ છે. તેનાં ફૂલ પીળા રંગનાં હોય છે. મકાન કે સંકુલના કંપાઉન્ડમાં લાઇનમાં વાવવામાં આવે છે અને ખૂબ જ સુશોભિત તથા આકર્ષક લાગે છે. તેના બીજની જીવંત શક્તિ સાત દિવસ જેટલી ટૂંકી હોય છે.
જૂન થી જુલાઈ
૧૫. ઇઝરાયેલી બાવળ અકેસીયા ટોરટોલીસ માઇમોસેસી
બહાર (દેશ) નું મધ્યમ કદનું વૃક્ષ છે. મુખ્ય થડ માંથી ઘણી ડાળીઓ નીકળે છે. તેનું લાકડું બળતણ, ખેતીના ઓજારો તથા વાડ બનાવવામાં વપરાય છે. તેની ફળી ઘેટાં બકરાંના પાલા તરીકે વપરાય છે. રણ વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવવા માટે ઉછેરવામાં આવે છે.
નવેમ્બર થી ફેબ્રુઆરી
૧૬. ઉમરો ફાયક્સ ગ્લોમેરેટા મોરેસી
જંગલ તેમજ પડતર વિસ્તારના નદી-નાળામાં જોવા મળે છે. તેનાં ફળ અંજીર જેવા આકારનાં અને કાચાં હોય છે ત્યારે પીળાશ પડતા લાલ રંગના અને પાકે છે ત્યારે બદામી રંગના હોય છે અને તે ખાઈ શકાય છે. તેનું દૂધ (લેટેક્ષ) પાઇલ્સ તથા ડાયેરિયા રોગ સામે વપરાય છે.
જાન્યુઆરી થી જૂન
૧૭. કડાયો સ્ટરક્યુલિયા
યુરેન્સ
સ્ટરક્યુલીએસી
પથ્થર અને ખડક વાળા વિસ્તાર તેઁમજ ટેકરીઓ ઉપર જોવા મળતું મોટા કદનું વૃક્ષ છે. પાંદડાં પડી ગયા પછી થડ તથા ડાળીઓ સફેદ કે, ગુલાબી રંગની જોવા મળે છે. ચકરડા જેવા આકારમાં છાલ ઉતરે છે. તેનો ગુંદર, કડાયાગમ તરીકે ઓળખાય છે અને કાપડ તેમજ અન્ય ઉદ્યોગમાં વપરાય છે. તેનું લાકડું હલકા પ્રકારનું બળતણ છે.
એપ્રિલ
૧૮. કઢી લીમડો મુરાયા
કોઇનીગી
રૂટેસી
નાના કદનું ઝાડ છે. છાંયડામાં તથા પાણીવાળી જગ્યાએ ઉગી નીકળે છે. તેનાં પાન કઢ઼ી બનાવવામાં તથા અન્ય ફરસાણમાં વપરાય છે. તેના રુટસકર્સ સારો ફેલાવો થાય છે.
એપ્રિલ થી જૂન
૧૯. કણજી હોલોપ્ટેલિયા
ઇન્ટેગિફોલિયા
અલમેસી
જંગલ તેમજ પડતર જમીનમાં ગામ તેમજ નાળા નજીક જોવા મળતું ગ્રેકલરની છાલ વાળું મોટા કદનું વૃક્ષ છે. છાયા વાળા વૃક્ષ તરીકે ઉછેરવામાં આવે છે. તેનું લાકડું મકાન બાંધકામ, ગાડાં તેમજ ખેતીનાં ઓજારો બનાવવામાં વપરાય છે. લાકડા ઉપર કોતર કામ થાય છે.
એપ્રિલ થી મે
૨૦. કરમદા કેરીસા કોન્જેસ્ટા એપોસાયનેસી
ઓછી ઊંચાઈવાળું, જંગલમાં ઝાડી તરીકે જોવા મળતું બારેમાસ લીલું રહેતું કાંટાવાળું ક્ષુપ છે. કોઈકવાર વૃક્ષ ઉપર ચડેલું જોવા મળે છે. તેનાં પાન લીલાં ચમકદાર હોય છે. તેનાં ફૂલ સફેદ અને સુવાસિત હોય છે. તેનાં ફળ ખાવામાં વપરાય છે.
એપ્રિલ થી મે
૨૧. કરંજ, કણજ પોન્ગામિયા
પિન્નાટા
પેપીલીઓનેસી
મધ્યમ કદનું, નદી નાળાં કે ભેજવાળી જગ્યાએ જોવા મળતું, ચળકાટવાળાં લીલાં પાન ધરાવતું, ઝડપી ઉગનારું વૃક્ષ છે. તેનુ લાકડું બોબીન અને રમત ગમતનાં સાધનો બનાવવામાં તથા તેનાં પાન પાલા તરીકે વપરાય છે. તેના મુળમાંથી આંખ તથા ચામડીના રોગની દવા બનાવવામાં આવે છે. તેના બીજમાંથી અખાદ્ય તેલ મળે છે. જે ચર્મ-ઉદ્યોગ, સાબુ, મીણબત્તી તેમજ દવા બનાવવામાં વપરાય છે. તેના બીજનો ખોળ ખાતર તરીકે, ઢ઼ોર-દાણ તરીકે તથા જંતુનાશક તરીકે વપરાય છે.
એપ્રિલ થી જૂન
૨૨. કરેણ નેરીયમ ઇન્ડિકમ એપોસાયનેસી
મોટી સંખ્યામાં ડાળીઓ ધરાવતું નાનું ક્ષુપ છે. તેને સફેદથી ઘેરાલાલ સુધીના તથા પીળા રંગનાં ફૂલ આવે છે. તેની ખેતી કરી શકાય છે. તેનાં ફૂલ પુજામાં વપરાય છે.
  
૨૩. કલમ મિત્રગાયના પારવીફલોરા રૂબીએસી
જંગલ તેમજ પડતર જમીનમાં જોવા મળતું, આછા લીલા રંગની છાલ ધરાવતું મોટા કદનું વૃક્ષ છે. ઉખડેલી છાલ વાળી જગ્યાએ સામાન્ય છીછરો ખાડો હોય છે. તેનું લાકડું મકાન બાંધકામ, બોબીન બનાવવા તેમજ સંઘેડા વડે ઘાટ કામ કરવાના કામમાં વપરાય છે.
નવેમ્બર થી માર્ચ
૨૪. કાકડ ગારૂગા
પિન્નાટા
બસેર્રેસી
જંગલ વિસ્તારમાં સામાન્ય રીતે જોવા મળતું કાળા થડવાળું મોટા કદનું વૃક્ષ છે. પાન ચળકતાલાલ રંગના હોય છે. વૃક્ષનાં પાન જયારે ખરી પડે છે ત્યારે સફેદ રંગનાં ફૂલ આવે છે. લાકડુ પોચું હોય છે. અને તે પેકીંગ ખોખા બનાવવામાં તથા હલકા પ્રકારના બળતણમાં વપરાય છે.
એપ્રિલ થી જૂન
«BACK NEXT» 
Home | Feedback | Contact Us | Sitemap
  © Forests & Environment Department. All rights reserved. Developed by : Silver Touch Technologies Ltd.  
Visitor :